Site icon Time News

સુરતમાં માતાએ દીકરા સાથે 14માં માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં  સુરતના ખટોદરા વિસ્તારમાં આવાસના બિલ્ડિંગના 14મા માળેથી એક માતાએ પોતાના દીકરા સાથે મોતની છલાંગ લગાવી હતી. આ દુ:ખદ ઘટનામાં માસૂમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.ઉંચાઈ પરથી પટકાવાને કારણે થયેલા પ્રચંડ અવાજથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા.

મોતની છલાંગ લગાવનાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં મહિલાની હાલત અત્યંત નાજુક હોવાનું  સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. 

 ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો

ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. માતાએ આટલું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તમામ પાસાઓ હેઠળ તપાસ કરી રહી છે.

Exit mobile version