
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા કૂતરાઓને છોડી દેવામાં આવશે. શેલ્ટર હોમમાં ફક્ત બીમાર અને આક્રમક કૂતરાઓને જ રાખવામાં આવશે. નસબંધી પછી કૂતરાઓને છોડી દેવામાં આવશે.
જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળ ત્રણ જજોની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે. આ સાથે કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પણ જારી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે જે કૂતરાઓને પકડવામાં આવ્યા હતા, તેમને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે. કૂતરાઓની નસબંધી કર્યા બાદ તેમને છોડવામાં આવશે. માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે.દરેક મ્યુનિસિપલ બ્લોકમાં શેરી કૂતરાઓને ખવડાવવા માટે અલગ જગ્યા ખોલવામાં આવશે. ફક્ત નિર્ધારિત જગ્યાએ જ કૂતરાઓને ખોરાક આપવામાં આવશે. જાહેર સ્થળોએ શેરી કૂતરાઓને ખોરાક ખવડાવવામાં નહીં આવે. આમ ન કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.
કોર્ટે કહ્યું કે નિશ્ચિત સ્થળોએ કૂતરાઓને ખવડાવવા માટે ફીડિંગ ઝોન બનાવવામાં આવશે જેના માટે NGO ને 25,000 રૂપિયાની રકમ આપવામાં આવશે.
