Site icon Time News

Vadod: ગોધરાકાંડ બાદ વડોદગામના રમખાણનો મામલો: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને ફગાવ્યો, 6 લોકો છૂટ્યા નિર્દોષ

સુપ્રીમ કોર્ટે ગુજરાતના વડોદ ગામમાં થયેલા રમખાણોના કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને ફગાવી છ લોકોને નિર્દોષ છોડી મુક્યા છે. ન્યાયાધીશ પી.એસ.નરસિમ્હા અને મનોજ મિશ્રાની ખંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘રમખાણોના કિસ્સામાં અદાલતોએ સુનિશ્ચિત કરવાની ફરજ છે કે, કોઈ પણ પ્રત્યક્ષદર્શીને દોષિત ઠેરવવામાં ન આવે અને તેની સ્વતંત્રતા છીનવાઈ ન જાય.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ભલે તે ખૂબ જ મુશ્કેલ હોય.’

ખંડપીઠે કહ્યું કે, ‘રમખાણોના કેસોમાં અદાલતોએ તેવા સાક્ષીઓની જુબાની પર આધાર રાખવા માટે અત્યંત સાવચેત રહેવું જોઈએ, જેમણે આરોપીઓ અથવા તેમની ભૂમિકાઓનો ચોક્કસ સંદર્ભ આપ્યા વિના સામાન્ય નિવેદનો આપ્યા હતા.’ વાસ્તવમાં વડોદ ગામમાં થયેલા રમખાણોના કેસમાં ટ્રાયલ કોર્ટ છ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને 12 લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. ત્યારબાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને પલટી નાખ્યો હતો. અને હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘ઘણી વખત, જ્યારે જાહેરમાં કોઈ ગુનો બને છે, ત્યારે લોકો ઘટનાને જોવા માટે ઉત્સુકતાથી ઘરમાંથી બહાર આવે છે અને આવા લોકો માત્ર દર્શક હોય છે. જો કે સાક્ષીઓ માટે આવા લોકો તોફાનીઓનો ભાગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યાં રેકોર્ડ પરના પુરાવા એવું સ્પષ્ટ કરતા હોય કે, મોટી સંખ્યામાં વ્યક્તિઓ હાજર હતા, તેથી તેવા વ્યક્તિઓને જ દોષિત ઠેરવવા સુરક્ષિત હોઈ શકે છે, જેમની સામે સીધા કૃત્યોનો આરોપ મુકાયો છે.

આ પણ વાંચો, મણિપુર હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મળ્યો મૃતદેહ, બળાત્કારની શંકા; 15 શંકાસ્પદોની અટકાયત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version