
આખરે બોલિવૂડના સૌથી વધુ ચર્ચાસ્પદ દંપતીના છૂટાછેડાની વાત સામે આવી છે. બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાના પત્ની સુનિતા આહુજા તાજેતરમાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેને પોતાના બ્લોગમાં ગોવિંદા સાથે છૂટાછેડાની અફવાઓ અંગે વાત કરી. હવે એક નવી ખબર સામે આવી છે કે સુનિતા આહુજાએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી અનુસાર, છૂટાછેડાની અરજી વ્યભિચાર, ક્રૂતા અને છોડી દેવાના આધારે આપી છે.
મળતી માહિતી અનુસાર, સુનિતા આહુજાએ હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ-13(1) હેઠળ છૂટાછેડાની માંગણી કરી છે. કોર્ટે 25 મેના રોજ ગોવિંદાને સમન્સ પાઠવ્યા હતા. જૂનથી, બંને આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુનિતા નિયમિતપણે કોર્ટમાં હાજર રહી રહી છે, જ્યારે ગોવિંદા ઘણી વખત ગેરહાજર રહ્યો છે.
સુનિતા આહુજાએ તેના તાજેતરના વ્લોગમાં છૂટાછેડાની અફવાઓ વિશે વાત કરી. તે એક મંદિરમાં ગઈ અને પૂજારી સાથે વાત કરતી વખતે ભાવુક થઈ ગઈ. સુનિતાએ કહ્યું, “જ્યારે હું ગોવિંદાને મળી, ત્યારે મેં માતાને મારી સાથે લગ્ન કરવા અને સારું જીવન જીવવા કહ્યું. માતાએ મારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરી. તેમણે મને બે બાળકો પણ આપ્યા. પરંતુ દરેક સત્ય સરળતાથી મળતું નથી, જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ મને માતામાં એટલી શ્રદ્ધા છે કે જો કોઈ મારું ઘર તોડવાનો પ્રયાસ કરશે, તો મહાકાળી માતાજી તેને ચોક્કસ સજા કરશે.”
તેણીએ આગળ કહ્યું, “એક સારા વ્યક્તિ અને સારી સ્ત્રીને દુઃખ આપવું યોગ્ય નથી. હું ત્રણેય માતાઓને ખૂબ પ્રેમ કરું છું. જે કોઈ મારું ઘર તોડવાનો પ્રયાસ કરશે તેને માતા ક્યારેય માફ નહીં કરે.”
