Site icon Time News

અચાનક ભારત-પાકિસ્તાનના DGMOની વાતચીતનો સમય બદલાયો, બીજી તરફ PM હાઉસમાં મોટી બેઠક

ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ મામલે હવે ભારત અને પાકિસ્તાનના DGMO આજે સાંજે હોટલાઇન પર વાત કરશે. નોંધનીય છે કે, ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે આ ચર્ચા પહેલા બપોરે 12 વાગ્યે થવાની હતી. જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, આજે સાંજે ભારત અને પાકિસ્તાનના DGMO આજે સાંજે હોટલાઇન પર વાત કરશે. આ તરફ થોડા સમય પહેલા CDS અનિલ ચૌહાણ, ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની PM મોદી સાથેની મુલાકાત સમાપ્ત થઈ છે.

મહત્વનું છે કે, બંને દેશોના DGMO બપોરે 12 વાગ્યે હોટલાઇન પર વાત કરવાના હતા. જોકે કોઈ કારણસર હવે આ વાતચીત આજે સાંજે થશે. આ વાતચીત દરમિયાન શાંતિ જાળવવા અંગે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ભારત તરફથી યુદ્ધવિરામ ઉલ્લંઘન પર પણ પ્રશ્નો ઉભા થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ આજે સાંજે બંને દેશોના DGMOની હોટલાઇન પર વાતચીત થશે. આ પહેલા PM મોદીના નિવાસસ્થાને એક મોટી બેઠક હતી, જેમાં ત્રણેય સેનાના વડાઓ પણ ભાગ લઈ રહ્યા છે.

DGMOની વાતચીત પહેલા PM મોદીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે. CDS અનિલ ચૌહાણ અનેત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બહાર આવ્યા છે. PM મોદીની બેઠકમાં CDS અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમજ એનએસએ અજિત ડોભાલ પણ ભાગ લીધો હતો.

Exit mobile version