Site icon Time News

NEETની પુનઃપરીક્ષાના ત્રણ દિવસ પહેલા અમદાવાદમાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

 મે મહિનામાં લેવાયેલી નીટ-યુટીની પરીક્ષા પેપર લીકના વિવાદ બાદ રદ્દ કરી દેવામાં આવી હતી. હવે આગામી 21 જૂન, રવિવારે નીટની પુનઃપરીક્ષા યોજાવાની છે. પરંતુ આ પહેલાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આજે વહેલી સવારે એક 17 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી લીધું છે. પોલીસની તપાસમાં વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીએ ક્યા કારણે આપઘાત કર્યો છે તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે

નીટ-યુટી પરીક્ષા રદ્દ થયા બાદ દેશમાં અત્યાર સુધી પાંચ-છ વિદ્યાર્થીઓએ આપઘાત કરવાની ઘટના બની છે. હવે અમદાવાદમાં નીટની પુનઃપરીક્ષાના ત્રણ દિવસ પહેલા 17 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આ વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Exit mobile version