Site icon Time News

Ahmedabad: તેજ પવનના કારણે 75 સ્થળે વૃક્ષો ધરાશાયી, 15થી વધુ વાહનોને થયું નુકસાન

રાજ્યના 25થી વધુ જિલ્લામાં આગામી ત્રણ કલાકમા ઝડપી પવન સાથે વરસાદ વરસી શકે છે. 25થી વધુ જિલ્લામાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરતમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. તે સિવાય દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે તો જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં પણ છૂટ્ટા છવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે  હજુ આજે પણ 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે.  સોમવારે ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. શિહોરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. 13 તાલુકામાં અડધાથી પોણા ઇંચ વરસાદ વરસ્યો છે.મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સોમવારે માવઠાના સંકટે ચિતા વધારી છે.

મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોમવારે મોડી સાથે માવઠાએ અમદાવાદને પણ ઘમરોળ્યું અહીં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં અનેક જ્ગ્યાએ હોર્ડિગ્સ પડી ગયા હતા તો અનેક જગ્યા પાણી ભરાઇ જતા જનજીવન પ્રભાવિત થયું છે. સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વાતાવરણમાં પલટો આવ્યો અને ધૂળભરી આંધી સાથે અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, વરસાદના કારણે અહીં વીજળી ગૂલ થઇ જતાં અને અનેક વિસ્તારમાં પાણી ભરાતા જન જીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.  ઈડર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા . અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. આ વિસ્તારમાં ખાસ કરીને માવઠાથી બાગાયતી પાકને નુકસાન થયું છે. 

અમદાવાદમાં વાવાઝોડા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. પવનના કારણે શહેરમાં 75 સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. 48 સ્થળેથી ધરાશાયી થયેલા વૃક્ષોનો નિકાલ કરવામાં આવ્યો છે. 38 સ્થળે હાલ વૃક્ષોના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરિયાપુરમાં ભારે પવનના કારણે વૃક્ષ પડતા એકનું મોત થયુ છે. સુરેશભાઈ સથવારાનું વૃક્ષ પડતા મોત થયું હતું. વૃક્ષ નીચે દટાતા શશાંક સથવારા નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. વૃક્ષ નીચે દબાતા 15થી વધુ વાહનોને નુકસાન થયું હતું. અમદાવાદના સિવિલ હોસ્પિટલ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. અમદાવાદમાં તેજ પવનો ફૂંકાતા અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. એયરપોર્ટ આઈકોનિક રોડ પર હોર્ડિંગ્સ ભારે પવનમાં ધરાશાયી થયા હતા.

આ પણ વાંચો, યુદ્ધના ભણકારાઃ Pakistan સાથે વધતા તણાવ વચ્ચે, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને Mock drill કરવા નિર્દેશ જારી કર્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version