Site icon Time News

Ladakh: લદ્દાખમાં ભારતીય સેનાના વાહન પર પહાડ પરથી પથ્થર પડ્યો,  2 સૈનિકોના મોત

લદ્દાખથી આ સમયે મોટા સમાચાર આવ્યા છે. લદ્દાખના દુરબુક વિસ્તારમાં ભારતીય સેનાના વાહન પર પહાડ તૂટતાં પથ્થર પડ્યો છે. આ અકસ્માતમાં એક અધિકારી સહિત 2 સૈનિકોના મોત થયા છે અને એક અધિકારી અને 2 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે લદ્દાખના દુરબુકમાં એક કાર ખડક સાથે અથડાતા એક અધિકારી સહિત ઓછામાં ઓછા ચારથી પાંચ ભારતીય સેનાના જવાનો ઘાયલ થયા હતા. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના સવારે 11:30 વાગ્યાની આસપાસ બની હતી અને બચાવ કામગીરી ચાલુ છે.

બુધવારે ગલવાનના ચારબાગ વિસ્તારમાં સેનાના વાહન પર એક મોટો પથ્થર પડ્યો હતો. આ અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા બે અધિકારીઓ અને એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેયને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે આ અકસ્માત સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માતમાં વાહન સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે સેનાનો કાફલો લદ્દાખના દુરબુકથી ચોંગટાસ તાલીમ કેન્દ્ર જઈ રહ્યો હતો. આ દરમિયાન આ અકસ્માત થયો હતો. ઘાયલ સેનાના સૈનિકો ૬૦ આર્મર્ડ રેજિમેન્ટના છે.

આ પણ વાંચો, World Championship semi-finalમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત, આતંકવાદ અને ક્રિકેટ એક સાથે નહીં ચાલે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version