
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવાર, 23 માર્ચના રોજ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 લાલ નિશાન પર ટ્રેડ કરતા ઓપન થયા છે.
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 800.38 પોઈન્ટ અથવા 1.07 ટકાના ઘટાડા સાથે ઓપન થયો હતો. સેન્સેક્સે દિવસની શરૂઆત 73,732.58 ના સ્તર પર કરી છે. બીજી તરફ, NSE નિફ્ટી 50 એ પણ દિવસની શરૂઆત નેગેટિવ કરી હતી. નિફ્ટી 50, 290.15 પોઈન્ટ અથવા 1.26 ટકા ઘટીને 22,824.35 ના લેવલ પર ઓપન થયો હતો.
સવારે અંદાજે 9:30 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 1283 પોઈન્ટના ઘટાડા સાથે 73,249 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50, 405 પોઈન્ટ તૂટીને 22,708 ના લેવલ પર ટ્રેડ કરી રહી હતી.
સમાચાર લખાયા ત્યાં સુધી BSE બાસ્કેટમાંથી માત્ર HCL ટેક જ ટોપ ગેનર હતો. ટોપ લૂઝરની વાત કરીએ તો તેમાં ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, HDFC બેંક અને ટાઈટન રહ્યા હતા.
શુક્રવારે કેવું રહ્યું હતું માર્કેટ?
ભારતીય શેરબજારમાં શુક્રવાર, 20 માર્ચના ટ્રેડિંગ દિવસે તેજી જોવા મળી હતી. મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 લીલા નિશાન પર ટ્રેડ કરતા દિવસના અંતે બંધ થયા હતા. સેન્સેક્સ 325.72 પોઈન્ટ અથવા 0.44 ટકાની તેજી સાથે 74,532.96 ના સ્તર પર, જ્યારે NSE નિફ્ટી 50, 112.35 પોઈન્ટ અથવા 0.49 ટકા ઉછળીને 23,114.50 ના લેવલ પર બંધ થયા હતા.
BSE બાસ્કેટમાંથી ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટ્રેન્ટ, રિલાયન્સ અને NTPC ટોપ ગેનર હતા. ટોપ લૂઝરની વાત કરીએ તો તેમાં HDFC બેંક, ICICI બેંક, કોટક બેંક, ઈન્ડિગો અને એક્સિસ બેંક રહ્યા હતા.
નિફ્ટી 100, નિફ્ટી ઓટો, નિફ્ટી સ્મોલકેપ 100, નિફ્ટી FMCG, નિફ્ટી IT અને નિફ્ટી મિડકેપ 100 ના શેરોમાં તેજી હતી. નિફ્ટી બેંકના શેર ઘટ્યા હતા. શુક્રવારના ટ્રેડિંગ દિવસે BSE બાસ્કેટમાંથી 21 શેર લીલા નિશાન પર બંધ થયા હતા અને 9 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: શોર્ટ્સમાં નિકિતા દત્તાએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર
