Site icon Time News

Surat: સુરત સોમચિંતમણી જૈન સંઘમાં જૈનાચાર્યો ના પાવન પગલાં થયાં !!

શ્રી જગવલ્લભ સોમચિંતામણી જૈન સંઘ પાલ, સુરત શ્રી સંઘમાં સંઘના ઉપકારી, જિનાલય પ્રતિષ્ઠા દાયક, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય સોમસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ સંઘ માર્ગદર્શક સોમ ચરણોપાસક આચાર્ય ભગવંત શ્રી વિજય પુણ્યસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા આજ તારીખ 25/05/2025 ના રોજ શ્રી સોમચિંતામણી જૈન સંઘની વિનંતીનો સ્વીકાર કરીને પધાર્યા હતા,
અહીંયા વહેલી સવારે શ્રી સંઘ તરફથી પુજ્યશ્રીનું શાનદાર સામૈયું થવા પામ્યું હતું, ઢોલ,બેડા,સાજન-માજન, ગુરુભક્તો વિશાળ માત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો,સકલ શ્રી સંઘમાં ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો ચાતુર્માસ ના નારા લાગ્યા હતા,
વ્યાખ્યાન મંડપમાં શ્રી સંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે વિનંતી કરી હતી, પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં સૌને પ્રભુની આજ્ઞા મુજબ ધર્મ-ક્રિયા કરવાનું સુચન કર્યું હતું, વધુમાં એમણે જણાવ્યું હતું કે અનુકૂળતાએ નહીં પરંતુ આજ્ઞા મુજબનો ધર્મ કરવો જોઈએ,વ્યાખ્યાન માંગલિકમાં લાભાર્થી પરિવારો 20 રૂપિયાની પ્રવાવના થવા પામી હતી,
તેમજ જિનાલય પ્રાંગણમાં પૂજયશ્રીની નિશ્રામાં ભવ્ય સ્નાત્ર મહોત્સવ યોજાયો હતો, તેમજ આ પ્રસંગે ગુરુ ભક્તો પરિવાર તરફથી સકલ શ્રી સંઘમાં મિષ્ટાનની વહેંચણી કરી સૌનું મ્હોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્યશ્રી સંઘની વિનંતીને માન આપીને અહીંયા ચાર દિવસની સ્થિરતા કરશે…!!!

અહેવાલ:નવિન દોશી
સુરત

આ પણ વાંચો, Lalu Prasad Yadav: લાલુ પ્રસાદ યાદવે પુત્ર તેજ પ્રતાપને પાર્ટી-પરિવારમાંથી હાંકી કાઢ્યો, અનુષ્કા સાથે લગ્ન કરતાં એક્શન!

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version