Site icon Time News

IPL 2025 Final: 17 વર્ષ બાદ RCBનો વનવાસ પૂર્ણ , ખિતાબ જીતવા પર રોયલ ચેલેન્જસ બેંગ્લોરની પોસ્ટ વાયરલ

Oplus_131072

RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025નો ખિતાબ જીત્યો છે. 17 વર્ષની રાહનો અંત આવ્યો છે. આખરે વિરાટ કોહલી ચેમ્પિયન બન્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં RCB એ પંજાબને છ રનથી હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સની શાનદાર જીત બાદ RCBની પોસ્ટ વાયરલ થઈ છે. RCB દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, 17 વર્ષ, 6256 દિવસ, 90,08,640 મિનિટ બાદ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો.

IPL 2025નું ટાઈટલ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ખેલાડીઓ જશ્નમાં ડૂબ્યા છે. બેંગ્લુરુની જીત બાદ વિરાટ કોહલી ભાવુક થયો હતો. આ શાનદાર જીત બાદ કોહલીની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.

ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ સાત વિકેટે 184 રન જ બનાવી શકી હતી. RCB IPL ચેમ્પિયન બનનારી આઠમી ટીમ છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો ચેમ્પિયન બની ચૂકી છે.

પંજાબ કિંગ્સને 191 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ મોટા લક્ષ્યનો પીછો કરવા માટે પંજાબે ઓપનિંગમાં બે અનકેપ્ડ ખેલાડીઓ મેદાનમાં ઉતાર્યા. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તેમની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી, પરંતુ પ્રિયાંશ 24 રન બનાવીને આઉટ થયો. ફિલ સોલ્ટે એક અદ્ભુત કેચ પકડ્યો અને પ્રિયાંશને પેવેલિયન મોકલી દીધો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું અને પંજાબનો સ્કોર એક વિકેટના નુકસાને 72 રન હતો, પરંતુ આગામી 26 રનમાં પંજાબે 3 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી.

મધ્યમ ઓવરોમાં નબળી બેટિંગ પંજાબ કિંગ્સની હારનું એક મુખ્ય કારણ હતું. 4 ઓવરમાં પંજાબની ટીમે શ્રેયસ ઐયર, પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિશની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યાંથી પંજાબ મેચમાં વાપસી કરી શક્યું નહીં. હકીકતમાં, 72 રનના સ્કોર પર એક વિકેટ લીધા પછી પંજાબે 26 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી.

આ પણ વાંચો, મુંબઈ પોલીસની સાથે મળી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાંથી મુંબઈથી ગુમ થયેલ 25 વર્ષીય યુવતીને મુંબઈ પોલીસને હસ્તગત કરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version