Site icon Time News

AAP: આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, દિગ્ગજ નેતા શક્તિસિંહની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ

ગુજરાત આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ થયું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલની હાજરીમાં ઘણા લોકો કૉંગ્રેસમાં સામેલ થયા છે. શક્તિસિંહ ગોહીલે ખેસ પહેરાવી તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશના આગેવાન કિરણ પટેલ સહિતના લોકોએ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમનો વિધિવત પ્રવેશ કરાવ્યો છે.

આપ સાથે ગઠબંધન ન કરવાના નિર્ણયને સાથ આપતાં આમ આદમી પાર્ટીના નેતા આજે કોંગ્રેસમાં જોડાયા છે. કિરણ પટેલ આપ ગુજરાતના પુર્વ ખજાનચી, દસક્રોઇના પુર્વ ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ રહી ચુક્યા છે. કિરણ પટેલ સામાજીક સેવા સાથે સંકળાયેલા નાગરિક છે.

આપ છોડી કોંગ્રસમાં જોડાનાર કિરણ પટેલે નિવેદન આપ્યું કે રાજકારણમાં મોટા બદલાવ માટે આપમાં જોડાયો હતો. ત્રણ વર્ષ પાર્ટીમાં નજીકથી કામ કરતાં સાચી વાત ખબર પડી.

કોંગ્રસમાં જોડાનાર કિરણ પટેલે વધુમાં કહ્યું, આમ આદમી પાર્ટી ભાજપને આડકતરો સપોર્ટ કરે છે. મારો મોહ ભંગ થતાં હું લોકોની સેવા માટે દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસમાં જોડાયો છું.

આ પણ વાંચો, Pahalgam attack: અમેરિકાની મોટી જાહેરાત, પહેલગામ હુમલાના આતંકીઓને પકડવામાં કરશે ભારતની મદદ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version