Site icon Time News

બગદાણાના સેવકને માર મામલે મોટું એક્શન : કોળી સમાજની ગાંધીનગરમાં મીટિંગ બાદ સીટની રચના કરાઈ

 બગદાણમાં સેવકને માર મારવાના કેસમાં મોટા અપડેટ આવ્યા છે. ભાવનગરના બગદાણાના સેવકને મારમારવા મામલે સીટની રચના કરાઈ છે. ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે કરી સીટની રચના કરી છે. એએસપી જયવીર ગઢવીની આગેવાની વાળી સીટની રચના કરી છે. આમ, પીઆઈની બદલી બાદ હવે એસઆટીની રચના કરવામાં આવી છે. 

બગદાણા મામલે તટસ્થ તપાસ માટે આઇજી એ ત્રણ અધિકારી સહિત પાંચ લોકોને કામગીરી સોંપવામાં આવી છે. અગાઉ આ કેસમાં મહુવા ટાઉન ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.પટેલ તપાસ ચલાવી રહ્યા હતા. જોકે સમાજ ની માંગ અને આરોપીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ બાદ સીટની રચના કરાઈ છે. મહુવા ટાઉન PI કે.એસ પટેલ ને તપાસ પેપરો સીટને સોંપવા હુકમ કરાયો છે.

જેમાં અમરેલી ધારીના IPS જયવીર ગઢવી, બોટાદ SOG ના PI એમ.જી જાડેજા, રેન્જ કચેરીના PSI પી.જે વાળા, બોટાદ LCB ના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને બોટાદ LCB ના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ ખાંભલાને તપાસ સોંપવામાં આવી છે.

તો બીજી તરફ, બગદાણા વિવાદમાં કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. સમગ્ર મામલે ન્યાય અપાવવા કોળી સમાજે માંગ કરી હતી. આ વિશે હીરા સોલંકીએ કહ્યું કે, સમાજ અને સમાજ વચ્ચેનો કોઈ પ્રશ્ન નથી. આ કોઈ રાજકીય પ્રશ્ન નથી. નવનીતભાઈને ન્યાય અપાવવા મુદ્દે અમારી માંગ છે. DIG સ્તરથી તપાસ કરવામા આવે તેવી અમારી માંગ છે. વ્યક્તિગત જેની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી કરાય. મુખ્યમંત્રીએ ન્યાય અપાવવાની ખાતરી આપી છે. કોઈ સમાજ અસામાજિક ન હોય, વ્યક્તિ અસામાજિક હોઈ શકે છે. આ કોઈ રાજકીય દાવપેચની વસ્તુ નથી. આ ન્યાય અને અન્યાયની લડાઈ છે, પીડિતને ન્યાય મળે. 

Exit mobile version