Site icon Time News

ચાંદી ફરી તૂટી, એક ઝાટકે 10000નો કડાકો, સોનાના ભાવમાં પણ ઘટાડો

 સોના અને ચાંદીની કિંમતમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એક બાજુ વધારો થઈ રહયો છે તો બીજી તરફ આજે સતત આ બંને ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બજેટના દિવસે પણ Gold-Silver Price Crash આ બંનેના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જમાં વાયદા કારોબારની શરૂઆત સાથે જ બંને ધાતુઓ Gold and Silver સસ્તી થઈ ગઈ છે. એક બાજુ જ્યાં 1 kg ચાંદીના ભાવ 10000 રૂપિયાનો ઘટાડો થયો છે તો બીજી તરફ 10 ગ્રામ 24 કેરેટ Gold ના ભાવમાં MCX પર 4000 રૂપિયાથી વધારે ઘટાડો થયો છે.

ચાંદીની કિંમત પાછળ અઠવાડિયાના ગુરુવારે ઇતિહાસમાં પહેલીવાર 4 લાખના આંકડાને પાર કર ગઈ હતી ત્યારપછીથી તે સતત ક્રેશ થઈ રહી છે. ગઇકાલે રવિવારે 1 ફેબ્રુઆરીના રોજ Budget 2026 ના દિવસે પણ ચાંદીના ભવ્યમાં 9% થી વધારેનો કડાકો બોલાયો હતો. જ્યારે આકે સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે MCX પર ક્મોડિટી ટ્રેડિંગની શરૂઆત થઈ તો ખૂલતાંની સાથે જ ચાંદી સસ્તી થઈ ગઈ હતી.

ગયા ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. તીવ્ર ઘટાડા બાદ ભાવમાં થોડો સુધારો થયો અને અંતે ચાંદી 265652 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. જોકે સોમવારે ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદી ફરી દબાણમાં આવી અને 255652 પ્રતિ કિલો સુધી લપસી ગઈ. પરિણામે ચાંદીના વાયદા લગભગ 10000 ઓછા થયા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીના ભાવમાં ઝડપથી વધારાની સાથે હવે ઝડપથી ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. ગયા ગુરુવારે MCX પર 5 માર્ચની સમાપ્તિ સાથેના ચાંદીના વાયદાએ તમામ રેકોર્ડ તોડી નાખતા 420048 પ્રતિ કિલોની નવી આજીવન ઊંચી સપાટી સ્પર્શી હતી. જોકે આ સ્તરની ઊંચાઈ પરથી ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે અને હવે ભાવમાં લગભગ 164396નો ઘટાડો નોંધાયો છે.

ચાંદીમાં ઘટાડાની અસર સોનાના ભાવ પર પણ પડી છે. બજેટના દિવસે સોનામાં અંદાજે 13,000નો મોટો ઘટાડો થયો હતો. ત્યારબાદ ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો પણ છતાં પણ સોનાના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહયો છે.

રવિવારે સોનું 147753 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પરંતુ સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ટ્રેડિંગ શરૂ થતાં જ ભાવ ઘટીને 143252 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયા હતા. એટલે કે 24 કેરેટ સોનાના ભાવમાં એક જ દિવસમાં લગભગ 4000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

Exit mobile version