Site icon Time News

અદાણી પર રિપોર્ટ રજૂ કરનારી હિંડનબર્ગ રિસર્ચ કંપનીનું શટર ડાઉન:સ્થાપકે કહ્યું- જે વિચારો પર કામ કરી રહ્યા હતા તે પૂર્ણ થતાં જ તેને બંધ કરવાની યોજના હતી

યુએસ શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ બંધ થઈ રહી છે. કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસને બુધવારે મોડી રાત્રે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે કંપનીને બંધ કરવાનો નિર્ણય ઘણી ચર્ચા અને વિચારણા પછી લેવામાં આવ્યો છે. જો કે, એન્ડરસને કંપની બંધ કરવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહોતું. હિન્ડનબર્ગ રિસર્ચ 2017માં શરૂ કરવામાં આવી હતી.

હિંડનબર્ગ રિસર્ચના અહેવાલોને કારણે ભારતના અદાણી ગ્રુપ અને ઇકાન એન્ટરપ્રાઇઝ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું. ઓગસ્ટ 2024માં હિન્ડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનો અદાણી ગ્રુપ સાથે જોડાયેલી ઓફશોર કંપનીમાં ભાગીદારી છે.

નાથન એન્ડરસને નોંધમાં લખ્યું…

હું આ બધું ખુશીથી લખી રહ્યો છું. આ બનાવવું એ મારા જીવનનું સપનું રહ્યું છે. શરૂઆતમાં મને ખબર નહોતી કે સંતોષકારક ઉકેલ મળશે કે નહીં. આ સરળ વિકલ્પ નહોતો. પણ હું જોખમ વિશે અનુભવી નહતો. હું ચુંબકની જેમ તેના તરફ ખેંચાતો ગયો.

તો, હવે કેમ બંધ ન કરીએ? કંઈ ખાસ વાત નથી – કોઈ ખાસ ખતરો નથી, કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી, અને કોઈ મોટી વ્યક્તિગત સમસ્યા નથી. કોઈએ મને એકવાર કહ્યું હતું કે એક ચોક્કસ સમયે એક સફળ કારકિર્દી સ્વાર્થી કૃત્ય બની જાય છે. શરૂઆતમાં, મને લાગ્યું કે મારે મારી જાતને કેટલીક બાબતો સાબિત કરવાની જરૂર છે. હવે મને આખરે મને થોડો આરામ મળ્યો છે, કદાચ મારા જીવનમાં પહેલી વાર છે.

જો મેં મારા પરિવાર સાથે સમય વિતાવવા,પોતાના શોખ પૂરા કરવા અને મુસાફરી કરવા ઉત્સાહિત છું. હું તેમના માટે જ રૂપિયા કમાયો છું. હું મારા પૈસા ઈન્ડેક્સ ફંડ અને ઓછી તણાવપૂર્ણ બાબતોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો છું. અત્યારે હું મારી ટીમમાં દરેક જ્યાં તેઓ આગળ વધવા માંગે છે ત્યાં પહોંચે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.

આશા રાખું છું કે અમે અમારી પ્રક્રિયાને સંપૂર્ણ રીતે શેર કર્યા પછી, થોડાં વર્ષોમાં મને કોઈનો મેસેજ મળશે, જે આ વાંચશે (કદાચ તમે). જે પણ આ જુસ્સો અપનાવે છે તે આ કળા શીખશે અને તમામ અવરોધો હોવા છતાં, તેને જરૂર હોય તેવા વિષય પર પ્રકાશ પાડવાનો આત્મવિશ્વાસ મેળવશે. જેને તેની જરૂર છે, પછી ભલે હું સંગીત શીખવામાં વ્યસ્ત હોઉં, બાગકામ કે પછી જે પણ કરવાનું વિચારું છું, તેમાં વ્યસ્ત રહું.

જ્યારે મેં તમારી અવગણના કરી અને મારું ધ્યાન બીજે ક્યાંક ગયું તે ક્ષણો માટે હું પરિવાર અને મિત્રો પાસે માફી માગું છું. હવે હું તમારા બધા સાથે વધુ સમય પસાર કરવા માટે રાહ જોઈ શકતો નથી.

અંતે, હું અમારા રીડરનો આભાર માનું છું. વર્ષોથી, તમારા પ્રખર સંદેશાઓએ અમને શક્તિ આપી છે. અને તે મને ફરીથી અને ફરીથી યાદ અપાવે છે કે વિશ્વ ભલાઈથી ભરેલું છે. આ માટે આપ સૌનો આભાર. હું તેનાથી વધુની આશા ક્યારેય રાખી શકતો નથી. આ મારી શુભકામનાઓ છે.

‘હિન્ડનબર્ગ’ કંપની શું કરે છે?

નાથન એન્ડરસનની કંપની ‘હિન્ડનબર્ગ’નું મુખ્ય કાર્ય શેરબજાર, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર રિસર્ચ કરવાનું હતું. આ રિસર્ચ દ્વારા, ‘હિન્ડનબર્ગ’ કંપનીને ખબર પડે છે કે…

આ રીતે રિસર્ચ પૂર્ણ કર્યા પછી, ‘હિન્ડનબર્ગ’ કંપની એક વિગતવાર અહેવાલ પ્રકાશિત કરે છે. ઘણી વાર, આ કંપનીના અહેવાલોની અસર વિશ્વભરનાં શેરબજારો પર જોવા મળી છે.

Exit mobile version