Site icon Time News

ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં શિવાંગી વર્માએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ

શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેમણે વર્ષ 2013 માં આવેલા ‘નચ બલિયે’ની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું અને અહીંથી જ તેમને ઓળખ મળી.

‘નચ બલિયે સીઝન 6’ પછી શિવાંગી વર્માએ ‘હમારી સિસ્ટર દીદી’, ‘હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ’, ‘ટીવી બીવી ઔર મેં’ અને ‘છોટી સરદારની’ જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. દર્શકોએ તેમની ભૂમિકાઓને ઘણી પસંદ કરી છે.

શિવાંગી વર્મા પડદા પર જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.8 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે અને અવારનવાર તેમની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

શિવાંગીએ ડિસેમ્બરમાં ગોવિંદ નામદેવ સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. કેપ્શનમાં તેમણે લખ્યું હતું: ‘પ્યાર કી કોઈ ઉમ્ર ઔર સીમા નહીં હોતી’.

આ પોસ્ટ પછી 70 વર્ષના એક્ટર ગોવિંદ નામદેવને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો.

એક્ટરે સ્પષ્ટતા કરી કે આ તસવીર ફિલ્મ પ્રમોશન માટે હતી, તે રિયલ નહીં, રિલ લાઇફનો પ્રેમ હતો.

Exit mobile version