
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાનને તેની કરિયરનો પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો છે. તમામ વિજેતાઓની જાહેરાત 1 ઓગસ્ટે કરવામાં આવી હતી. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મના આધાર પર આપવામાં આવ્યા છે.
મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
40 વર્ષની એક્ટિંગ કરિયરમાં શાહરૂખ ખાનને પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો છે.શાહરૂખ ખાને 1992માં દીવાના ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું અને 4 દાયકાની કરિયરમાં 100થી વધુ ફિલ્મ કરી છે. શાહરૂખ ખાનને 14 ફિલ્મ ફેર એવોર્ડ મળી ચુક્યા છે.
બીજી તરફ વિક્રાંત મેસ્સીને 12th ફેલ માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. ટીવી શો બાલિકા વધુથી કરિયરની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે ફિલ્મોમાં પગ મુક્યો હતો, તેણે છપાક,12th ફેલ અને કાર્ગો જેવી ફિલ્મથી ઓળખ બનાવી છે.
‘વશ’ને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાને ‘વશ’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ગુજરાતના જાણીતા લેખક અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકની ‘વશ’ ફિલ્મની સફળતા બાદ ગુજરાતી ફિલ્મ પરથી બોલીવુડમાં ‘શૈતાન’ નામથી ફિલ્મ બનાવામાં આવી હતી.વશ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો.
