Site icon Time News

સંભાળીને રહેજો! ગુજરાતમાં સખત તાવનો પ્રકોપ: દરરોજ 186 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ, ગયા વર્ષની સરખામણીએ 9 ટકાનો વધારો

 ગુજરાતમાં સખત તાવને કારણે દરરોજ સરેરાશ 186 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન 108 ઇમરજન્સી સેવા દ્વારા ગુજરાતમાં 45,272 દર્દીઓને તાવને કારણે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 41,464 દર્દીઓને દાખલ કરાયા હતા. આ વર્ષે તાવના કેસમાં ગયા વર્ષની સરખામણીએ 9 ટકા જેટલો વધારો નોંધાયો છે. ગુજરાતમાંથી નોંધાતા કુલ તાવના દર્દીઓમાંથી 22 ટકા દર્દીઓ માત્ર અમદાવાદમાં અને 14 ટકા દર્દીઓ સુરતમાં નોંધાયા છે.

આ વર્ષે સૌથી વધુ કેસ નોંધાવવામાં અમદાવાદ 10,078 કેસ સાથે મોખરે છે, જોકે ગયા વર્ષે અમદાવાદમાં આ પ્રમાણ 10,283 દર્દીઓનું હતું. તાવના વધુ કેસમાં સુરત 6,752 કેસ સાથે બીજા સ્થાને છે. જો આંકડાકીય વિગત જોઈએ તો, વર્ષ 2025 અને 2026ના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં વિવિધ જિલ્લાઓની સ્થિતિ નીચે મુજબ રહી છે:

Exit mobile version