Site icon Time News

Schools and colleges will remain closed: આવતી કાલે ગુજરાતના આ જિલ્લાની શાળા-કોલેજો રહેશે બંધ, કારણ ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે. બે દિવસથી ભાવનગરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સતત પડી રહેલા વરસાદને પગલે ભાવનગરવાસીઓને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જો કે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ થઈ છે, જેને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને ધ્યાનમાં લઈને ભાવનગર આજે અને આવતીકાલે શાળા-કોલેજ બંધ રહેશે.

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને લઈને શાળા-કોલેજ બંધ રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા કોલેજ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે બે દિવસ સુધી ભાવનગર શહેર અને જિલ્લાની શાળા કોલેજો બંધ રહેશે. જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના પગલે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગરમાં અતિશય વરસાદને કારણે કાલે 18 જૂન 2025ના રોજ તમામ સ્કુલ – પ્રી-પ્રાયમરીથી લઈને 12 ધોરણ સુધી રજા જાહેર કરવામાં આવે છે. આજે પણ જે કોઈ સ્કુલમાં ક્લાસ ચાલતા હોય, તો એને પણ તાત્કાલિક ઘરે મોકલી આપવાનું જણાવવામાં આવ્યું છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને મારી રિક્વેસ્ટ છે કે કાલે 18 તારીખે સંપૂર્ણપણે શાળાઓ બંધ રાખવાની છે. આ નિર્દેશ ખાનગી સ્કૂલો, ગ્રાન્ટેડ, સરકારી તમામ શાળાઓને લાગૂ પડશે.

ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા આવ્યા સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસારાઈ ગઈ છે. જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે. ભાવનગર જિલ્લામાં જેસર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેસર તાલુકામાં સવા 9 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય શાંતિનગર, તાતણીયા, ઈટીયા, કરલા, સરેરા, કોટામોઈ, બિલા, અયાવેજ, રાણપડા, છાપરીયાળી, દેપલા સહિતના ઘણા ગામોમાં પણ વરસાદ આવ્યો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા અને શિહોરમાં 12 ઇંચ, જયારે જેશર અને ઉમરાળામાં 11 ઇંચ વરસાદ પડ્યો છે.

આ સતત વરસતા વરસાદના કારણે અનેક નિચાણવારા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત રહેવા અને જાહેર સુચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યા છે. લોકોને સલામતી માટે ઘરની અંદર જ રહેવાની તેમજ બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો, કોચ્ચીથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટને મળી બોમ્બની ધમકી, નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version