
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ અને રાજકોટના વિકાસ માટે પોતાના ‘સંકલ્પ પત્ર’ જાહેર કર્યા છે. આ સંકલ્પ પત્રમાં મેટ્રો ટ્રેન, AI આધારિત સુવિધાઓ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપના આ સંકલ્પ પત્રોમાં આધુનિક ટેકનોલોજી (AI), પર્યાવરણ અને મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ભાજપનો સંકલ્પ પત્ર મહદઅંશે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના બજેટનું પ્રતિબિંબ હોય તેવું જણાય છે. સાબરમતી રિવરફ્રન્ટને હવે ડફનાળાથી ઈન્દિરા બ્રિજ અને ત્યાંથી છેક ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું આયોજન છે. આ ઉપરાંત, ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે શહેરમાં 100 લેફ્ટ ટર્ન ખુલ્લા મુકાશે અને અમદાવાદને ફાટકમુક્ત બનાવવામાં આવશે. શહેરનું ગ્રીન કવર 12.50% થી વધારીને 18% કરવાનો લક્ષ્યાંક છે. પ્રદૂષણ ઘટાડવા 2030 સુધીમાં 3000 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. મેનિફેસ્ટોમાં ‘કોમનવેલ્થ ગેમ્સ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક વોર્ડમાં મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવવામાં આવશે. શહેરને સ્લમ મુક્ત કરવા 50,000 નવા મકાનો બનાવવાનું લક્ષ્ય છે. સાથે જ, 2026 થી 2028 દરમિયાન કુલ 28 નવા ફાયર સ્ટેશન ઉભા કરાશે.
અમદાવાદમાં ચૂંટણી ઢંઢેરાના મહત્વપૂર્ણ મુદ્દાઓ…
- રિવરફ્રન્ટને ડફનાળા થી ઈન્દિરા બ્રિજ અને ગિફ્ટ સીટી સુધી આગળ વધારવાનું આયોજન
- 2026-27 માં 15 અને 2027-28 માં 13 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન
- શહેરમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવવાની યોજના
- 100 LEFT ટર્ન ખુલ્લા મૂકવામાં આવશે
- અમદાવાદ શહેરને સ્લમ મુક્ત કરવામાં આવશે
- 50000 મકાનોનો લક્ષ્યાંક
- 2030 સુધીમાં 3000 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે
- 17 નવા બ્રિજ બનાવવાનું આયોજન
- સુભાષબ્રિજને 8 માર્ગીય બનાવવામાં આવશે
- ફાટકમુક્ત અમદાવાદ બનાવવામાં આવશે
- ભાજપના મેનિફેસ્ટોમાં કોમન વેલ્થ ગેમનો ઉલ્લેખ
- દરેક વોર્ડમાં એક મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવશે
- અમદાવાદનું ગ્રીન કવર 12.50% થી વધારીને 18% કરવાનું લક્ષ્યાંક
- શહેરમાંથી પસાર થતી રેલવે લાઇનની બંને તરફ ગ્રીન કવર વધારવામાં આવશે
રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને અનિરુદ્ધભાઈ દવેએ પત્રકાર પરિષદ સંબોધી રાજકોટના વિકાસનો રોડમેપ રજૂ કર્યો હતો. રાજકોટમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. દરેક નાગરિકને દૈનિક 20 મિનિટ શુદ્ધ પાણી અને દરેક વોર્ડમાં આધુનિક ડ્રેનેજ-સફાઈની સુવિધા. જન્મ-મરણના દાખલા અને આધાર કાર્ડમાં સુધારા જેવી કામગીરી ઓનલાઇન થશે, જેથી લોકોને લાઈનોમાં ઉભા રહેવું ન પડે. દરેક ઝોન દીઠ મિની હોસ્પિટલ અને સ્માર્ટ હાઈસ્કૂલોનું નિર્માણ થશે. સોલાર પેનલનો ઉપયોગ કરનારા અને સિનિયર સિટીઝન માટે ટેક્સમાં 2% વિશેષ વળતર અપાશે.
રાજકોટ સંકલ્પ પત્રના મુદ્દાઓ
- નિયમીત ૨૦ મિનીટ સુધી શુદ્ધ અને નિયમીત પાણી આપીશું
- રાજકોટનો મેટ્રો સિટી તરીકે વિકાસ કરાશે.
- દરેક વોર્ડમાં રોડ રસ્તા,ડ્રેનેજ,સાફ સફાઇ સહિતની સુવિધા ઉભી કરાશે.
- રાજકોટમાં નવા બ્રિજનું નિર્માણ,સાંઢિયા પુલ અને કાલાવડ રોડ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરાશે,
- મેટ્રો ટ્રેન રાજકોટમાં દોડાવવાની જાહેરાત
- રાજકોટના નવા રિંગ રોડને ફોરટ્રેક કરવાની જાહેરાત
- દરેક ઝોનદીઠ મિનિ હોસ્પિટલ તૈયાર કરાશે
- ઝોનદીઠ નવી હાઇસ્કૂલ ઉભી કરાશે,સ્માર્ટ સ્કૂલ તૈયાર કરાશે.
- દરેક વોર્ડમીં લાયબ્રેરી ઉભી કરાશે.
- રોજગાર વેપાર અને ઔધોગિક વિકાસ ક્ષેત્રે આયોજન
- મહિલા હોકર્સ ઝોન
- સોલાર ઉર્જા વપરાશકર્તાઓ માટે અને સિનિયર સિટીઝન માટે કરવેરામાં વિશેષ વળતર યોજના
- જન્મ મરણના દાખલા,આધારકાર્ડમાં સુધારા સહિતની બાબતોમાં લાઇનમાંથી મુક્તિ મળશે ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરાશે.
- રાજકોટ શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે..
- સૌને પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ..
- વિકસિત વોર્ડનું ક્રમબદ્ધ આયોજન.
- લોકોને જન્મ મરણ ના દાખલા અને અન્ય દાખલા ઓનલાઇન મળશે..
- રાજકોટના જુના વિસ્તારોનું ડેવલપમેન્ટ કરવામાં આવશે.
- નવા સાઉથ જોનનો વિકાસ કરવામાં આવશે .
- નવી આવાસ યોજનાઓની નિર્માણ..
- પરિવહન અને ત્રાફિક વ્યવસ્થાઓ
- માસ ટ્રાન્સપોર્ટેશન અને બસ ની સુવિધાઓ
- નવા બ્રિજ અને અંડરપાસનું નિર્માણ..
- ચાર રસ્તાનું વૈજ્ઞાનિક ઢબે સંચાલન..
- રાજકોટમાં જોન દીઠ મીની હોસ્પિટલ.
- અંગ્રેજી માધ્યમની શાળાઓમાં સ્માર્ટ શિક્ષણ..
- દરેક વોર્ડમાં આધુનિક લાઇબ્રેરી.
- નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવામાં આવશે .
- નવા હોકર્સ જોન બનાવામાં આવશે
- મહિલાઓ ને રોજગારી માટે અલગથી હોકર્સ જોન.
- લાયન સફારી પાર્ક,હરવા ફરવાના સ્થળોનો વિકાસ.
- નવું ઓપનએર થિયેટર .
- આધુનિક કન્વેન્શન સેન્ટર.
- સિટીબસ,સ્ટ્રીટ લાઈટ અને પાણી વિતરણ માટે AI સીસ્ટમ..
- કરવેરામાં સિનિયર સિટીઝનને 2 ટકા વિશેષ વળતર…
- વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ધારાસભ્ય પદના ઉમેદવારોને બેંગ્લોર કેમ લઈ જવા પડ્યા હતા…
- કોંગ્રેસ ખોટા આક્ષેપો કર્યા કરે છે…
- ભાજપ છોડી કોંગ્રેસમાં જોડો છો ત્યારે તમે રાજીપો વ્યક્ત કરો છે…
- કોંગ્રેસ ફોર્મ ન ભરાવી શકે અને રિજેક્ટ થાય તો ચૂંટણી પંચ પર આરોપ લગાવો છો…
- કોંગ્રેસ અને AAPએ કેટલા ઉમેદવારો ગુજરાતમાં જાહેર કર્યા તેની યાદી તો જાહેર કરો…
- વર્ષો થી હું રાજકારણમાં જોવ છું કે, ચૂંટણી સમયે ઉંચા ઉંચા કુદકા મારે છે…
- લોકો કોંગ્રેસને સ્વીકારતી નથી…
- ચૂંટણીની મત ગણતરી થાય ત્યારે જોજો વાતાવરણ કોના તરફી રહે છે…
- 700 બેઠકો બિનહરીફ મુદ્દે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન…
- 700 બેઠકો બિનહરીફ થઈ તે મુદ્દે હું કાંઈ બોલીશ તો તમે જ કહેશો કે તમે જ ફોર્મ ફરત ખેંચાવી લીધા…
જીતુ વાઘાણીનું નિવેદન
સંકલ્પ પત્ર રજૂ કરવાની સાથે જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી, એટલે જ તેમણે પોતાના ઉમેદવારોને બેંગ્લોર લઈ જવા પડે છે. જે પક્ષ પોતાના ફોર્મ પણ બરાબર ભરી શકતો નથી, તે ચૂંટણી પંચ પર આરોપ લગાવે છે. લોકો ભાજપના વિકાસ પર મહોર મારશે તે નક્કી છે. 700 બેઠકો બિનહરીફ થવા મુદ્દે તેમણે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, ભાજપના કામ જોઈને લોકોએ સામેથી સમર્થન આપ્યું છે.
Kalolના Santej વિસ્તારમાં કથિત પત્રકાર બની ખંડણી વસૂલતી ટોળકીનો ભંડાફોડ – https://www.instagram.com/reel/DXLunuBjiG6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગાયિકા કાજલ મહેરિયાએ નાત બહાર લગ્ન કર્યાં, ભાઈ સંદીપ મહેરિયાએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
