Site icon Time News

Congress leader Sajjan Kumar Janmtip: કોંગ્રેસ નેતા સજ્જન કુમારને જન્મટીપ, 2 શીખોની હત્યામાં 40 વર્ષે થઈ સજા

દિલ્હીની કોર્ટે શીખ રમખાણો મામલે આરોપી સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવા મામલે તેમને દોષિત ઠેરવાયા હતા. આ મામલે સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ બપોરે 2 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો.

પીડિત પક્ષે સજ્જન કુમાર માટે મૃત્યુદંડની માગ કરી હતી. સજ્જન કુમારને 12 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે.

આ કેસ 1984 શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હીના સરસ્વતી વિહારમાં બે વ્યક્તિઓની હત્યા સાથે સંબંધિત છે. 1 નવેમ્બર, 1984ના રોજ જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં શરૂઆતમાં પંજાબી બાગ પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો હતો, પરંતુ ત્યારબાદ એક ખાસ તપાસ ટીમે તપાસ હાથ ધરી હતી.

16 ડિસેમ્બર, 2021ના રોજ, કોર્ટે કુમાર વિરુદ્ધ આરોપો ઘડ્યા અને તેમની વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ હોવાનું જણાયું. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે ઘાતક શસ્ત્રોથી સજ્જ એક વિશાળ ટોળાએ મોટા પાયે લૂંટ, આગચંપી અને હુમલા કર્યા હતા. આ હુમલામાં અનેક શીખ લોકોની મિલકતોનો નાશ કર્યો હતો.

ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે ટોળાએ ફરિયાદી જસવંતની પત્નીના ઘર પર હુમલો કર્યો હતો. તેના પતિ અને પુત્રની હત્યા કરવામાં આવી હતી અને તેનો સામાન લૂંટી લેવામાં આવ્યો હતો. આ પછી તેના ઘરને આગ લગાવી દેવામાં આવી.

સજ્જન કુમાર સામે કેસ ચલાવવાના કોર્ટના આદેશમાં પહેલી નજરે એવો અભિપ્રાય સહિત પુરાવા મળ્યા કે તે માત્ર સહભાગી જ નહીં પરંતુ ટોળાનો લીડર પણ હતો.  

આ પણ વાંચો, PM મોદી સાથે મુલાકાત બાદ મસ્કનો ફરી ભારતને ઝટકો:ભારતીય ચૂંટણીમાં યુએસ ફંડિગ બંધ કર્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version