Site icon Time News

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું આયોજન

ભારતીય સંરક્ષણ દળો, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (HQ SWAC)ના માર્ગદર્શન હેઠળ, ભાગ લેતી રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશો (FFC) સાથે સંકલનમાં, 17-19 નવેમ્બર 2026 દરમિયાન એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે બહુ-રાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કવાયત, સહાયતા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના નિર્દેશો પર યોજાઈ રહેલી આ કવાયત, ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર IDSના નેજા હેઠળ એક સંકલિત માળખામાં હાથ ધરવામાં આવશે.

આ કવાયતનો ઉદ્દેશ્ય ટેકનોલોજીકલ આવિષ્કાર દ્વારા સામૂહિક તૈયારીઓને મજબૂત બનાવવાનો, આંતર-કાર્યક્ષમતા વધારવાનો અને સંકલિત આપત્તિ પ્રતિભાવને પ્રોત્સાહન આપવાનો છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાત રાજ્યના મહાનુભાવો, CDS, ભારતીય સંરક્ષણ દળોના સેવા વડાઓ અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો આ કવાયતના સાક્ષી બનશે તેવી અપેક્ષા છે. તેમની ઉપસ્થિતિ આ કવાયતના રાષ્ટ્રીય મહત્વ અને આંતરરાષ્ટ્રીય સહયોગ, આપત્તિ તૈયારી અને સામૂહિક સ્થિતિસ્થાપકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિતક રે છે.

આપદાઓને ભૌગોલિક સીમાઓનું બંધ હોતું નથી તેથી, લોકોના જીવ બચાવવા માટે રાષ્ટ્રો અને એજન્સીઓ વચ્ચે સમયસર સહાય, અસરકારક સંકલન અને અવિરત સહયોગ સાધવામાં આવે તે મહત્વપૂર્ણ છે. તેની વ્યૂહાત્મક એરલિફ્ટ ક્ષમતાઓ, ઝડપી પ્રતિભાવ ક્ષમતા અને આપદા રાહત કામગીરીમાં વ્યાપક અનુભવ સાથે, ભારતીય વાયુસેના નાગરિક અધિકારીઓને ટેકો આપવામાં અને કટોકટી દરમિયાન માનવતાવાદી સહાય પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

સહાય સેતુ કવાયત તેના કાર્યકારી ઉદ્દેશ્યો ઉપરાંત, આંતરરાષ્ટ્રીય મિત્રતા, એકતા અને જવાબદારીની સહિયારી ભાવનાને પ્રોત્સાહન આપશે. તેના સહભાગી રાષ્ટ્રોની કાર્યકારી શ્રેષ્ઠતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને માનવતાવાદી સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે અને આ સિદ્ધાંતને મજબૂત બનાવે છે કે પૂર્વતૈયારી, ભાગીદારી અને તાત્કાલિક કાર્યવાહી આપદાઓ દરમિયાન જીવન અને નુકસાન વચ્ચે તફાવત લાવી શકે છે.

Exit mobile version