Site icon Time News

Surat: સુરત મુકામે સાધ્વીજી ભગવંત કાળધર્મ પામ્યા…!!

સાગરજી સમુદાયના પ.પૂ. સાધ્વીજી શ્રી યશોધર્માશ્રીજી મ. સા. ના શિષ્યા પ. પૂ.સા.શ્રી જીતધર્માશ્રીજી મહારાજ સાહેબ ( ઉંમર વર્ષ ૬૫) ગઈ કાલે તારીખ ૧૮/૫/૨૦૨૫ રવિવારના રોજ સુરત મુકામે સમાધિ પુર્વક નવકાર મંત્રનું શ્રવણ કરતાં કાળધર્મ પામ્યા હતા.પૂજ્યશ્રીની પાલખી સોમવારે સવારે ૮:૩૦ કલાકે ગોપીપુરા થી નીકળી ઉમરા સ્મશાન ભૂમિ પહોચી હતી,જ્યાં એમના પવિત્ર દેહને ૯:૪૫ મિનિટે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો, આ પાલખી યાત્રામાં પાલખી ગૃપ, તેમજ આરતી ગ્રુપ, તેમજ સાધ્વીજી ભગવંતના સાંસારિક સગા સ્નેહીઓ, ભક્તગણ જોડાઈને સુંદર વ્યવસ્થા કરી હતી,
શ્રાવક અજીત મહેતાના જણાવ્યા અનુસાર જેમનું સંસારી નામ જશોદાબેન હતું, તેમના માતાનું નામ ભાગ્યવંતી બહેન હતું, તેમજ પિતાનું નામ કપૂરચંદજી હતું, જેઓ મૂળ મારવાડ ના વતની હતા….


પૂજ્યશ્રીએ દીક્ષા લીધા પછી ખૂબ જ સુંદર રીતે ૪૯ વષૅ સંયમ જીવનની ચુસ્ત આરાધના કરી હતી જેઓ સ્વભાવે ખૂબ જ સરળ નિખાલસ અને લાગણીશીલ હતા તેમના સંપર્કમાં આવનારને ધર્મમાં જોડવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા,
જેમણે પોતાના જીવનમાં બે વર્ષીતપ,૨૫ આયંબિલની ઓળી, વીસ સ્થાનક તપ, નવ્વાણું યાત્રા, નવપદની ઓળી, અઠ્ઠાઈ તપ વિગેરે સુંદર તપ આરાધના કરી હતી, વધુમાં દિલ્હી, આગ્રા, રાજસ્થાન, મૈસૂર, બેંગલોર, કલકતા, સમેતશિખર, આખા ભારતભરમાં ઉગ્ર વિહાર કરેલ હતા,
આવા પૂજ્ય સાધ્વીજી ના કાળધર્મ થતાં જૈન સમાજને ક્યારેય ના પુરાય તેવી ખોટ પડી છે

અહેવાલ:નવિન દોશી
(મીઠી-પાલડી)

આ પણ વાંચો, Diwali Ben Bhil: દિવાળી બેન ભીલની 10મી પુણ્યતિથિ પર તેમની પ્રતિમાનાં મુંબઈમાં પ્રથમ દર્શન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version