Site icon Time News

સાબરમતી રિવરફ્રન્ટ સિંગાપોર તો ન બન્યો, પણ સફેદ હાથી બન્યો : અમદાવાદ પાલિકાને કરોડોનો લોસ થયો!

Oplus_131072

સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની શાન કહેવાય છે. અહીં વિશ્વ સ્તરના પ્રોજેક્ટ લાવવામાં આવ્યા છે. પરંતું અમદાવાદ મહાનગરપાલિકા માટે આ જ રિવરફ્રન્ટ હવે સફેદ હાથી સમાન બન્યો છે તેવું કહી શકાય. કારણ કે, સાબરમતી રિવરફ્રન્ટના દેવા સામે આવક સાવ ઓછી છે. રિવરફ્રન્ટની આવક 131 કરોડ થઈ, તો તેની સામે દેવું જ 2081 કરોડ રૂપિયા છે.

વર્લ્ડક્લાસ પ્રોજેક્ટ ફેલ ગયો
એક સમયે ત્યાં સુધી કહેવાયુ હતુ કે, રિવરફ્રન્ટના વિકાસ પછી અમદાવાદ સિંગાપુર બની જશે. સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદનો ડ્રીમ પ્રોજેકટ હતો. અહીં સતત નવા અને વર્લ્ડક્લાસ પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યાં છે. પરંતું સિંગાપોર તો દૂરની વાત, પરંતું આ રિવરફ્રન્ટ તંત્ર માટે સફેદ હાથી બન્યો છે તેવું કહી શકાય. અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકમાં રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે. જે અંગે વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા.

રિવરફ્રન્ટ પર લાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ પાછળ તંત્રએ કરોડો રૂપિયા વેર્યા છે. ફલાવર પાર્ક, અટલબ્રિજ સહિતના સ્પોટ ડેવલપ કરવા કોર્પોરેશને અત્યાર સુધીમાં 2378 કરોડ રૂપિયાનો ખર્ચ તો કરી નાંખ્યો, પરંતું તેની સામે સાવ વામણી આવક થઈ છે. આવક માત્ર 131 કરોડ રૂપિયા થઈ છે.

આખા રિવરફ્રન્ટનો વિકાસ દેવા તળે દબાયેલો છે. સાબરમતી રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ માટે અત્યાર સુધીમાં 2081 કરોડ રૂપિયાની આર્થિક લોન આપવામા આવી છે. જે બતાવે છે કે, કરોડોના ખર્ચ પછી પણ અમદાવાદ રિવરફ્રન્ટ પર ઘાટ કરતા ઘડામણ મોંઘી છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજ, ફ્લાવર પાર્ક, ગાર્ડન, ગ્લાસ બ્રિજ જેવા અનેક નવા આકર્ષણ લાવવામાં આવ્યા છે. એટલું જ નહિ, અમદાવાદ પાલિકાએ સુરક્ષા માટે જે બાઉન્સર મૂક્યા હતા, તેમનો પણ 12 વર્ષમાં ખર્ચ 71 કરોડ થયો છે.

દેવું કરીને કરેલા વિકાસના માઠા પરિણામ એ આવ્યા કે, સાત પ્લોટ વેચવા હરાજી કરાઈ એમા પણ માત્ર એક પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપી શકાયો છે. રિવરફ્રન્ટ ઉપર વલ્લભસદન અને લેમન ટ્રી પાછળ આવેલા પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવા હરાજી કરાઈ હતી.જે પૈકી વલ્લભસદનના એક પ્લોટ માટે એક બીડરે બેઝ પ્રાઈસ રુપિયા ૨૩૬૭૬ પ્રતિ ચોરસમીટર થી ડેવલપમેન્ટ રાઈટસ લેવા સંમતિ દર્શાવી હતી.

ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડેવલપ કરેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટને લઈ મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના બાદ ભાજપના સભ્યો અકળાઈ ગયા હતા. પરંતું રિવરફ્રન્ટનો વિકાસ તો કાગળ પર અને શાસક પક્ષની વાતોમાં જ દેખાય છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ નીકળશે મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા, સરકારનું 10 લાખનું યોગદાન

Exit mobile version