Site icon Time News

Ahmedabad plane crash: રૂપાણી પરિવાર સ્વ.વિજય ભાઈનો પાર્થિવદેહ લઈ એરપોર્ટ પહોંચ્યો, રાજકોટમાં થશે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

12 જૂનનો એ દિવસ કે જે ગુજરાત માટે ખરેખર કાળ સાબિત થયો છે. લગભગ 1:40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશની જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. મહત્વનું છે કે, પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. આ તરફ હવે આજે એટલે કે 16 જૂન અને સોમવારે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ. વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. આ પહેલાં સવારે પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવશે. બાદમાં પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ વિમાનમાં લઈ જવામાં આવશે. આ તરફ હવે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતના નેતાઓ પીએમ રૂમથી રવાના થયા છે. આ સાથેએરપોર્ટ પર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા છે. જ્યાં તેઓ પાર્થિવ દેહને પુષ્પાંજલિ કરશે. રૂપાણી પરિવાર વિજય રૂપાણીનો પાર્થિવ દેહને લઈ એરપોર્ટ પહોંચ્યો છે.રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન બાદ આજે પાંચમાં દિવસે સ્વ. રૂપાણીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલ રૂપાણી પરિવારની રોકકળથી ગુંજી ઉઠી છે. સિવિલમાં અન્ય મૃતકોના મૃતદેહને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે.

આ પણ વાંચો, Ahmedabad plane crash: 47 લોકોના મૃતદેહ તેમના પરીવારજનોને સોંપવામાં આવ્યા, 92 જેટલા DNA સેમ્પલ થઈ ચૂક્યા છે મેચ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version