
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો..
“બધાને નમસ્તે! હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત રહી છે. વર્ષોથી બધાના પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ,” રોહિતે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં લખ્યું.
37 વર્ષીય ખેલાડીની છેલ્લી મેચ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ હતી, જેમાં ભારત હારી ગયું હતું. ભારત શ્રેણી 1-3 થી હારી ગયું હોવાથી રોહિતને પાંચમી મેચ માટે બહાર કરવામાં આવ્યો.
રોહિતે પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત 116 ઇનિંગ્સમાં 40.57 ની સરેરાશથી 4301 રન સાથે કર્યો, જેમાં 12 સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે.
રોહિત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો
આ પણ વાંચો, Class 10 results tomorrow: ધોરણ 10નું આવતીકાલે જાહેર થશે પરિણામ, આવી રીતે ચેક કરી શકશો રિઝલ્ટ
