Site icon Time News

Weather update: રાજ્યના 13 જિલ્લામાં છેલ્લા ત્રણ કલાકમાં વરસાદનું રેડ એલર્ટ, આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ

રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 13 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયુ છે. ભાવનગર, રાજકોટ, અમરેલીમાં 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, ભરૂચ, નવસારી, ગીર સોમનાથ, વલસાડમાં 3 કલાક ભારે વરસાદની આગાહી કરાઇ છે.

સૌરાષ્ટ્રમાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. તે સિવાય સુરત, ભરૂચ, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. 3 કલાકમાં દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ હતી.

આગામી ત્રણ કલાકમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ગાજ વીજ અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઇ હતી. જામનગર, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, આણંદ, બોટાદમાં ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભાવનગરના જેસરમાં ફાટ્યું આભ હતું. સવારથી અત્યાર સુધીમાં જેસરમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય પાલીતાણામાં 6 ઈંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 6 ઈંચ વરસાદ, તળાજામાં 3 ઈંચ વરસાદ, સિહોરમાં પોણા બે ઈંચ વરસાદ, રાજુલામાં પોણા બે ઈંચ વરસાદ, ઉમરગામમાં સવા ઈંચ વરસાદ, ઉનામાં સવા એક ઈંચ વરસાદ, સુત્રાપાડામાં સવા ઈંચ વરસાદ, હાંસોટમાં એક ઈંચ વરસાદ, ગારીયાધારમાં એક ઈંચ વરસાદ, ખાંભા, સાવરકુંડલા, જાફરાબાદમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો, Census 2027: દેશમાં 2027માં થશે વસ્તી ગણતરી, મોદી સરકારે સત્તાવાર રાજપત્ર જાહેર કર્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version