Site icon Time News

સ્વતંત્ર ભારતમાં પ્રથમવાર બંગાળ અને તમિલનાડુમાં રેકોર્ડ મતદાન, જાણો મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં થયેલા મતદાન અંગે ટિપ્પણી કરતા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આઝાદી પછીનું સૌથી વધુ મતદાન છે. તેમણે કહ્યું હતું કે, “આઝાદી પછી પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સૌથી વધુ મતદાન ટકાવારી નોંધાઈ હતી. ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરેક મતદારને સલામ કરે છે.”

તમિલનાડુમાં 84.69 ટકા અને પશ્વિમ બંગાળ પ્રથમ તબક્કામાં 91.78 ટકા સાથે સ્વતંત્રતા પછી અત્યાર સુધીનું સૌથી વધુ મતદાત નોંધાયું છે. અગાઉ તમિલનાડુમાં સ્વતંત્રતા પછી સૌથી વધુ મતદાન 78.29% (2011) અને પશ્વિમ બંગાળમાં 84.72 ટકા (2011) હતું. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ બંનેમાં મતદાનમાં મહિલાઓ પુરુષો કરતાં વધુ છે.

પશ્ચિમ બંગાળના સીઈઓ મનોજ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘લોકોએ કોઈપણ ભય વગર મતદાન કર્યું. મને એવા અહેવાલો મળ્યા છે કે તેઓ વ્યવસ્થાથી ખૂબ ખુશ હતા અને ઘટનાઓ ઓછી બની છે. હું નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો અને સંબંધિત તમામનો આભાર માનું છું.’ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સાંજે 6 વાગ્યા સુધીમાં તમિલનાડુમાં આશરે 84.64 ટકા અને પશ્ચિમ બંગાળમાં આશરે 91.74 ટકા મતદાન નોંધાયું હતું. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે મતદારોએ આ વખતે લોકશાહી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પશ્ચિમ બંગાળમાં મતદાનના પ્રથમ તબક્કા દરમિયાન ઘણા જિલ્લાઓમાં 90 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

જિલ્લાવાર મતદાન ડેટા

જિલ્લાવાર ડેટા અનુસાર, દક્ષિણ દિનાજપુરમાં સૌથી વધુ 94.77 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ કૂચ બિહારમાં 94.40 ટકા, બીરભૂમમાં 93.61 ટકા અને જલપાઇગુડીમાં 93.01 ટકા મતદાન થયું હતું. માલદામાં 92.22 ટકા, મુર્શિદાબાદમાં 92.88 ટકા, ઉત્તર દિનાજપુરમાં 92.04 ટકા અને ઝારગ્રામમાં 91.78 ટકા મતદાન થયું હતું. અલીપુરદ્ધાર,  બાંકુરા, પશ્ચિમ મેદિનીપુર અને પૂર્વ મેદિનીપુરમાં પણ 89 થી 91 ટકા મતદાન નોંધાયું છે. દાર્જિલિંગ (88.01 ટકા) અને કલિમ્પોંગ (82.93 ટકા) જેવા વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું, પરંતુ હજુ પણ મજબૂત મતદાન નોંધાયું છે.

રાજ્યભરના 16 જિલ્લાઓમાં મતદાન 294 સભ્યોની રાજ્ય વિધાનસભાના 152 મતવિસ્તારોમાં 167 મહિલાઓ સહિત 1478 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું. ભારે ગરમી અને ભેજ હોવા છતાં વહેલી સવારથી જ મતદાન મથકોની બહાર મતદારો મોટી સંખ્યામાં લાઇનમાં ઉભા રહ્યા અને સમય જતાં મતદાનની ગતિમાં વધારો થયો. 

સચિન તેંડુલકર દંતેવાડામાં બાળકો વચ્ચે મનાવ્યો જન્મદિવસ – https://www.instagram.com/reel/DXgaxIEjQja/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો; http://ઈરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ, ઈઝરાયલે કહ્યું- ‘અમેરિકા તરફથી ગ્રીન સિગ્નલની જોવાઈ રહી છે રાહ’

Exit mobile version