
રવિચંદ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી રિટાયરમેન્ટ લઇ લીધુ છે. અશ્વિન હવે IPL 2026માં રમતો જોવા નહીં મળે. અશ્વિને સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી છે અને પોતાના તમામ ફેન્સ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.
અશ્વિન IPL 2025માં CSK ટીમનો ભાગ હતો પરંતુ તે વધુ મેચ રમ્યો નહતો. અશ્વિને IPLમાં આ વર્ષે અંતિમ મેચ 20 મેએ રમી હતી, તેની ટીમ તરફથી રિલીઝની ચર્ચા ચાલતી હતી. મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું.
અશ્વિનનો IPLમાંથી પણ સંન્યાસ
આર.અશ્વિને પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યુ, ‘સ્પેશ્યલ દિવસ અને એક સ્પેશ્યલ શરૂઆત. તે કહે છે કે દરેક અંતથી એક નવી શરૂઆત થાય છે. મારી IPL ક્રિકેટર તરીકેની સફર આજે સમાપ્ત થાય છે પરંતુ મારી રમત વધારે એક્સપ્રોર કરવાનું ચાલુ છે અને હું હવે અલગ અલગ લીગમાં રમીશ.’
રવિચંદ્રન અશ્વિન ભારતના પૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર છે. અશ્વિને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તે ચેન્નાઇ સુપર કિંગ્સને 2010 અને 2011માં IPL ખિતાબ જીતાડનાર સૌથી મહત્ત્વનો ખેલાડી હતો. અશ્વિને પોતાની IPL કરિયરમાં કૂલ 221 મેચ રમી છે જેમાં 187 વિકેટ ઝડપી છે.
વર્ષ 2025 IPLમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 9.75 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો હતો. આ સિઝનમાં તે 9 મેચમાં 7 વિકેટ લઇ શક્યો હતો. પોતાની IPL કરિયરમાં તેના માટે વર્ષ 2014ની સિઝન સારી રહી હતી જેને 16 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.
