
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢીને ગાંધીનગર કૂચ શરૂ કરી છે. ધ્રાંગધ્રા-અમદાવાદ બાયપાસ પાસેથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને રવાના થયા. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 300થી વધુ ટ્રેક્ટરોની આ રેલી ગાંધીનગર તરફ જઈ રહી છે.
પાલ આંબલીયા, મહેશ રાજકોટીયા સહિતના ખેડૂત આગેવાનો રેલીમાં જોડાયા છે. ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈનના થાંભલા નાખવામાં આવતા યોગ્ય વળતર ન મળવાના મુદ્દે તેઓ ગાંધીનગરમાં ધરણા આપશે.
