
રાજકોટ શહેરની જાણીતી શાળાના પરિસરમાં બે સગીરો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હતું. શાળાના પરિસરમાં કાર્યરત પાણીના પ્લાન્ટમાં મજૂરી કરતા બે સગીર પર પ્લાન્ટ સંચાલક અને તેનો મિત્ર અવારનવાર દુષ્કર્મ આચરતા હતા. આ બે યુવાનો વર્ષથી દુષ્કર્મ કરતા હોવાનું સામે આવતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સગીરના નાનીએ એ ડિવિઝન પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.
જયેશ પ્રાણલાલ મજેઠિયા અને તેનો મિત્ર સંદીપ વિનોદ કણસાગરા ઉર્ફે લાલો પટેલ સામે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સગીરો 15 અને 17 વર્ષના છે. આ બંને આ પ્લાન્ટમાં મજૂરી કામ કરતા હતા. ત્યારે આરોપી સંદીપ કણસાગરા ઉર્ફે લાલો પટેલ અને જયેશ મજેઠિયા મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને ક્યારેક ચોકલેટ તો ક્યારેક ખાવાનું આપવાની લાલચ આપતા હતા. એટલું જ નહીં, જો આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ડરાવતા પણ હતા. આવતા હતા. છેલ્લા ઘણા સમયથી સગીરો પર પોતાની હવસ સંતોષતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ ગંભીર ઘટના અંગે અન્ય એક સગીરને જાણ થતાં તેણે મોબાઇલમાં આ અંગેનો વિડિયો ઉતારી લીધો હતો. આ વિડિયો પુરાવા તરીકે સામે આવતા જ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. એ-ડિવિઝન પોલીસમાં આ બંને નરાધમો સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. હાલ પોલીસે આ શખ્સોએ અગાઉ પણ અન્ય કોઈ સગીરોને નિશાન બનાવ્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે આ લોકોએ અન્ય કોઈને પણ નિશાન બનાવ્યા હતા કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: PM મોદીએ કહ્યું- યુદ્ધના કારણે દુનિયામાં પેટ્રોલ-ડીઝલની કટોકટી:ભારત પડકારનો સામનો કરી રહ્યું છે, અફવાઓથી બચો
