Site icon Time News

રાજકોટના લોકમેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Oplus_131072

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે એ જ સમયે મેઘરાજા પણ મેળામાં આવે તેવી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15થી 21 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત વરસાદ લોકમેળાની મજામાં વિઘ્ન નાખી શકે છે, પરંતુ મેળાનું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ માટે રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, ખાસ કરીને 15 થી 21 ઓગસ્ટના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધવાની પૂરી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે માછીમારો માટે કોઈ વિશેષ એલર્ટ જાહેર કર્યું નથી. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમની રહેશે.

Exit mobile version