
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે ચેતવણી આપી કે, આજથી બે દિવસ વરસાદનું જોર ઘટશે. 10 અને 11 જુલાઈએ વરસાદને લઈ રાજ્યમાં કોઈ એલર્ટ નથી. પરંતુ 12 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.
12 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
13 જુલાઈએ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
14 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ
15 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ
