Site icon Time News

Monsoon update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 8.11 ઈંચ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદ પડશે, હવામાન વિભાગે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ

હવામન વિભાગની આગાહી વચ્ચ્ચે  છેલ્લા 24 કલાકમાં તાલુકામાં પાંચથી સવા આઠ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.  24 કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઈંચ વરસાદ વરસ્યો જાણીએ અન્ય વિસ્તારમાં કયાં કેટવો વરસાદ પડ્યો 

 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 5 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધશે ખાસ કરીને ગુજરાત રિજનમાં ભારે વરસાદનું અનુમાન છે. મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં આ રાઉન્ડમાં અતિભારે વરસાદનું એલર્ટ છે. આ રાઉન્ડમાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજથી 3 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી છે.આજે નવસારી, ડાંગ, વલસાડમાં દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. તો ઉત્તર ગુજરાત અને રાજ્યના આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સારા વરસાદની અસરથી સિઝનમાં પ્રથમ વખત  નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે.નર્મદા નદીમાં 4 લાખ 46 હજાર 451 ક્યૂસેક પાણી છોડાયું છે. ડેમના 23 દરવાજા અઢી મીટર ખોલી નદીમાં પાણી છોડાયું છે.  ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર 291 ક્યૂસેક પાણીની આવક થઇ છે.ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના 27 ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમની મહતમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમનું જળસ્તર હાલમાં 135.93 મીટર પહોંચ્યું છે.

આ પણ વાંચો, ગણેશ વિસર્જનના દિવસે, અમદાવાદ શહેરના આ રસ્તા રહેશે બંધ, એડવાઇઝરી જાહેર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version