Site icon Time News

Monsoon update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ

ગુજરાત પર વરસાદ લાવતી હાલ 2 સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે તો સૌરાષ્ટ્ર પર એક સિસ્ટમ એક્ટિવ છે. જેના કારણે ગુજરાતમાં અવિરત ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં  મેઘરાજા મનમુકીને વરસ્યા છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસેવા તાલુકાના આંકડા પર કરીએ એક નજર

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  આ 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલા સૌથી વધુ વરસાદ છે. કચ્છ ઝોનમાં સિઝનનો અત્યાર સુધી સરેરાશ 28.83 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 33.32 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 34.25 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ

આ પણ વાંચો, ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, જળબંબાકારની સ્થિતિ, ભારે વરસાદનું એલર્ટ,શાળામાં રજા જાહેર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version