Site icon Time News

આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 

આ સિવાય સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ અને પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

જ્યારે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ  અને દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Exit mobile version