
હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે, જ્યારે પવનની ગતિ પણ તેજ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ કલાકમાં નીચેના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે
મધ્યમ વરસાદની આગાહી (પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક)
કચ્છ
જામનગર
દેવભૂમિ દ્વારકા
પોરબંદર
જૂનાગઢ
હળવા વરસાદની આગાહી
બનાસકાંઠા
પાટણ
મહેસાણા
સાબરકાંઠા
ગાંધીનગર
અમદાવાદ
ભરૂચ
સુરત
તાપી
નવસારી
વલસાડ
ડાંગ
દમણ
દાદરા નગર હવેલી
સુરેન્દ્રનગર
મોરબી
રાજકોટ
ગીર સોમનાથ
દીવ
આ આગાહીને પગલે, સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
