Site icon Time News

રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ

 રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા કેટલાક વિસ્તારમાં ઓરેંજ તો કેટલા જિલ્લામામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને સાત દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

ત્રણ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરી છે.આજે સૌરાષ્ટ્રના અમરેલી,પોરબંદર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇને યલો એલર્ટ જાહેર કરે છે.  

આજે કયા જિલ્લામાં યલો એલર્ટ ?

હવામાન વિભાગની આગાહી દરમિયાન છેલ્લા 24 કલાકમાં બે કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સતલાસણામાં  4 ઈંચ, દાંતામાં 3.50 ઈંચ, બરવાળામાં 2.75 ઈંચ, ખંભાતમાં      2.75 ઈંચ,કપરાડામાં 2.50 ઈંચ, આણંદમાં 2 ઈંચ, નડિયાદમાં 2 ઈંચ, ઈડરમાં 1.75 ઈંચ, શિનોરમાં 1.50 ઈંચ વરસાદ વરસ્યો છે.  

Exit mobile version