Site icon Time News

29થી 31 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય હવામાન સિસ્ટમ લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગામી છ કલાકમાં નબળી પડવાની શક્યતા છે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી શકે છે અને ગુજરાત પર તેનો સીધો પ્રભાવ જોવા મળશે નહીં.રાજ્યમાં આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.

Exit mobile version