Site icon Time News

Indian Railways: 1 જુલાઈથી રેલવેની મુસાફરી થશે મોંઘી, ટિકિટના ભાવમાં કર્યો વધારો

આપણાં દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં રેલવેમાં મુસાફરી કરી છે. આ તરફ હવે રેલ્વે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય રેલ્વે 1 જુલાઈ, 2025 થી નવા ભાડા દર લાગુ કરવા જઈ રહી છે. આ ફેરફારથી સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારાઓના ખિસ્સા ઢીલા થશે. જોકે રાહતની વાત એ છે કે, કેટલીક શ્રેણીઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

રેલવેના નવા ટેરિફ મુજબ જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ જો મુસાફરી 500કિમીથી વધુ હોય તો પ્રતિ કિમી અડધા પૈસા વધારાનો ચૂકવવો પડશે. આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો (નોન-એસી) માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ચૂકવવા પડશે. એ જ રીતે એસી ક્લાસની ટિકિટમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થયો છે. ઉપનગરીય ટ્રેનોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે.આ સાથે માસિક સીઝન ટિકિટના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અહેવાલો અનુસાર અગાઉ રેલ્વેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડી જાય છે કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલ્વે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. રેલ્વેનું કહેવું છે કે, કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા બહાર પાડવામાં આવશે.

રેલવેએ ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં આ સિસ્ટમ પાયલોટ તરીકે શરૂ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, થોડા અઠવાડિયા સુધી તેનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો, Gandhinagar: CMના હસ્તે રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 724 કરોડથી વધુની સહાય DBT દ્વારા મળી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version