
દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે સેવા પર પણ જોવા મળી રહી છે. નવસારી-મરોલ રેલવે સેક્શન વચ્ચે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રેન સેવા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. સુરક્ષાના કારણોસર પશ્ચિમ રેલવે દ્વારા અનેક મહત્વની એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદને કારણે નવસારી-મરોલ રેલવે સેક્શન વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનોની અવરજવર પર સીધી અસર પડી છે. ટ્રેક પર પાણીનું સ્તર વધતાં સલામતીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અનેક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
રદ કરાયેલી ટ્રેનની યાદી
હાપા-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ
ઓખા-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
ઓખા-મુંબઈ સેંટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ રહેશે
દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ રદ
અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ રદ
બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ રદ
અમદાવાદ-મુંબઈ સેંટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ રદ
અમદાવાદ-મુંબઈ સેંટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ
અમદાવાદ-મુંબઈ સેંટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ
અમદાવાદ-મુંબઈ સેંટ્રલ વંદે ભારત એક્સપ્રેસ રદ
મુંબઈ સેંટ્રલ અને અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ રદભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસ ગાંધીધામ સુધી જ દોડશે
સયાજીનગરી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર
ભારે વરસાદને કારણે ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસને ગાંધીધામ સુધી જ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનું સ્ટેટસ ચકાસવાની અપીલ કરવામાં આવી છે.
અચાનક અનેક ટ્રેનો રદ થતાં હજારો મુસાફરોની મુસાફરીની યોજનાઓ ખોરવાઈ છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને સ્ટેશન પર જવા પહેલાં તેમની ટ્રેનની સ્થિતિની માહિતી મેળવી લેવા તેમજ રેલવેની સત્તાવાર માહિતીના આધારે જ મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી કલાકોમાં પણ ટ્રેન વ્યવહારમાં વધુ ફેરફાર થઈ શકે છે.
