બિન હથિયારી PSI ભરતી: 1023 ઉમેદવારોને બોલાવાયા, તો કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ

બિન હથિયારધારી PSI ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કુલ 472 બિન હથિયારધારી PSIની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં હવે આગળનું પગથિયું શરૂ થવા જઈ રહ્યું છે.

પરીક્ષામાં પ્રાપ્ત થયેલ મેરિટના આધારે કુલ 1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે. પસંદ થયેલા ઉમેદવારોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ઉમેદવારો તેમના ડોક્યુમેન્ટ ચકાસણી માટેના કોલ લેટર 2 ફેબ્રુઆરીથી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.આ ભરતી પ્રક્રિયા અંતર્ગત હવે અંતિમ પસંદગી તરફ આગળ વધવામાં આવી રહી છે. જેના કારણે ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સંબંધિત તમામ ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સમયસર જરૂરી તમામ દસ્તાવેજો સાથે હાજર રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *