Site icon Time News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાવ-થરાદ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાથ ધરાયેલા કુલ રૂ.4640.12 કરોડના 32 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાત મુલાકાત દરમિયાન બનાસકાંઠાના વાવ-થરાદ ખાતેથી રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલા કુલ રૂ. 4640.12 કરોડના 32 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રકલ્પો અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ અવસરે રૂ.1510.50 કરોડના 13 વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ રૂ.3129.62 કરોડના 19 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રકલ્પોમાં પાણી પુરવઠા અને ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, માર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, વસ્ત્રાલ ખાતેનું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ટિગ્રેટેડ ગ્રુપ હાઉસિંગ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ તેમજ ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા મજબૂત બનાવવા જેવા વિવિધ મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો શહેરના આધુનિક અને સુસજ્જ વિકાસને નવી દિશા આપશે.

ખાતમુહૂર્ત હેઠળના મુખ્ય પ્રકલ્પોમાં રૂ.1061.43 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (એસ.પી. રિંગ રોડથી નરોડા–વટવા સુધી, ફેઝ-2), રૂ.467 કરોડના ખર્ચે BRTS અને AMTS માટે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ, તેમજ રૂ.255.35 કરોડના ખર્ચે નરોડાથી નારોલ સર્કલ સુધી આશરે 14 કિ.મી. માર્ગ વિકાસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

આ વિકાસ પ્રકલ્પો અમદાવાદ શહેરમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાસભર જીવન માટે મજબૂત પાયો પૂરું પાડશે અને શહેરના ઝડપી વિકાસને વધુ ગતિ આપશે.

Exit mobile version