
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાતે છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાત માટે રવાના થયા હતા. હજીરા ખાતે પીએમ મોદી ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ, તેઓ સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે.
મળતા અહેવાલ પ્રમાણે હજીરાનો આ મહત્વપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ પરત સુરત એરપોર્ટ આવશે અને ત્યાંથી બાય રોડ માર્ગ) સાંજે 4:00 થી 4:30 વાગ્યાની આસપાસ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પીએમ મોદીને આવકારવા માટે અને તેમની જાહેર સભાને સાંભળવા માટે માનવમહેરામણ ઉમટી પડ્યો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://PM મોદી સુરતમાં: દ.ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી
