
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (1 માર્ચ, 2025) સાંજે જામનગર પહોંચ્યા છે. તેઓ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. જણાવી દઈએ કે, આ દરમિયાન તેઓ જામનગર અને ગીર સોમનાથની મુલાકાત લેશે.
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્દ મોદીનું આગમન થઈ ચુક્યું છે. પીએમ મોદીએ રસ્તા પર ગાડીમાંથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સ્થાનિક લોકો વડાપ્રધાનની એક ઝલક જોવા માટે સાંજના સમયથી રાહ જોઈને ઉભા હતા. ખોડિયાર કોલોની તરફના રસ્તા પર બન્ને સાઇડ લોકોનો જમાવડો જામ્યો હતો. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એરફોર્સ સ્ટેશનમાં ઉતરાણ કર્યા બાદ તેઓ સર્કીટ હાઉસ ખાતે પહોચશે. સર્કીટ હાઉસ પહોચતા પૂર્વે તેવો શરુ સેક્શન રોડ પર જામનગરના રાજવી જામસાહેબની મુલાકાત લઇ શકે છે. પ્રધાનમંત્રી જયારે જામનગર આવે ત્યારે તેઓ જામસાહેબને મળતા હોય છે. જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીનો જન્મદિવસ હોવાથી પીએમ મોદી તેમની શુભેચ્છા મુલાકાત લઇ શકે છે.
જામનગરના સર્કીટ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી રાત્રી રોકાણ કરશે. રાત્રી રોકાણ બાદ રવિવારે સવારે ૬ કલાકે તેવો રિલાયન્સ જવા રવાના થશે. રિલાયન્સ રીફાઈનરી અંદર આવેલ વનતારાની મુલાકાત લેશે. જામનગરના મોટી ખાવડી સ્થિત “વનતારા” જ્યાં પ્રાણીઓની વિશ્વ કક્ષાની સારસાંભળ અહી કરવામાં આવે છે. ખાસ તો અનંત અંબાણીને પશુઓ પ્રત્યે ખુબ લગાવ છે તેમના પશુ પ્રેમને લઈને આ જગ્યા બનાવવામાં આવી છે. વનતારાની મુલાકાત બાદ તેવો બપોરે ૧૨:૪૫ કલાકે સીધા જ ગીર સોમનાથ જીલ્લામાં જવા માટે રવાના થશે.
આ પણ વાંચો, Ind vs Aus : પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
