
બિહારના જમુઈમાં સગીર છોકરા સાથે દુર્વ્યવહાર અને છોકરી જોડે બેડ ટચ મામલે પોલીસની સતત કાર્યવાહી થઈ રહી છે. આ કેસમાં મુખ્ય આરોપી ગણાતા નંદન યાદવ અને હરેરામ યાદવ બંને ટ્રેક્ટર ચાલક છે અને રેતી નાખવાનું કામ કરતા હતા. બંને જમુઈ પોલીસ મથક હદના પ્રતાપપુર ગામના રહીશ હોવાનું કહેવાય છે. પોલીસે આ ઘટનાના મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર કર્યું જેમાં આરોપી નંદન યાદવને પગમાં ગોળી વાગી. એક અન્ય આરોપીનો પણ એન્કાઉન્ટરમાં પગ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને પકડવા માટે SIT બનાવી હતી.
નંદન યાદવ સહિત અન્ય આરોપી ફરાર હતા અને પોલીસ તેમને શોધી રહી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ નંદન યાદવે પહેલા પોલીસ પર ગોળી ચલાવી હતી. ત્યારબાદ પોલીસે મોરચો સંભાળ્યો અને જવાબમાં ગોળી ચલાવી જે નંદન યાદવને પગમાં વાગી. મીડિયા રિપોર્ટમાં સૂત્રને ટાંકીને કહેવાયું છે કે આરોપી જ્યાં બને વિદ્યાર્થીઓ ફરતા હતા તે મડવા પહાડી આસપાસ છૂપાયેલા હતા. વાયરલ વીડિયોમાં લાલ ગમછો પહેરેલો યુવક નંદન હોવાનું પોલીસનું કહેવું છે. તેને હાલ હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે આ મામલે તમામ 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં 3 35થી 40 વર્ષની ઉંમરના છે જ્યારે 3 સગીર વયના છે.
એક આરોપીનો પગ તૂટ્યો
ADG લો એન્ડ ઓર્ડર સુહિતા અનુપમે જણાવ્યું કે નંદન પોલીસથી બચવાની કોશિશ કરતો હતો અને આ દરમિયાન અથડામણમાં તેને પગમાં ગોળી વાગી. પોલીસે અન્ય એક આરોપી હરેરામની પણ ધરપકડ કરી. તે પણ જંગલવાળા વિસ્તારમાં છૂપાયેલો હતો. પોલીસથી બચવા માટે ભાગતો હતો આ દરમિયાન તેનો પગ તૂટી ગયો. તેને પણ હોસ્પિટલ ખસેડાયો છે.
કોણ છે નંદન અને હરેરામ
પોલીસના જણાવ્યાં મુજબ નંદન યાદવ અને હરેરામ યાદવ પ્રતાપપુર ગામના રહીશ છે. બંને ટ્રેક્ટર ચલાવતા હતા અને માટી નાખવાનું કામ કરતા હતા. જમુઈ કાંડનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે વાયરલ ફૂટેજ અને અન્ય સાક્ષીઓના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી હતી. પોલીસે આ મામલે અનેક લોકોની ઓળખ કરી અને ધરપકડ માટે સતત દરોડા પાડ્યા.
વીડિયો વાયરલ કરનારને પણ પકડ્યો!
આ અગાઉ પોલીસે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આરોપમાં પણ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ રામાશીષ ચૌધરી તરીકે થઈ છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી આ કાર્યવાહી હાથ ધરી.
આ મામલે પોલીસે ફક્ત આરોપીઓની જ નહીં પરંતુ વીડિયો વાયરલ કરીને પીડિતાની ઓળખ ઉજાગર કરનારાઓ ઉપર પણ કાર્યવાહી હાથ ધરી છે. જમુઈ એસપી વિશ્વજીત દયાલના જણાવ્યાં મુજબ લગભગ 120 અલગ અલગ સોશિયલ મીડિયા ધારકો વિરુદધ સાઈબર પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાઈ છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે સગીર પીડિતા સંલગ્ન વીડિયો ડાઉનલોડ, શેર કે ફરીથી વાયરલ ન કરવા. પોલીસે આ મામલે તપાસ માટે એસઆઈટી પણ બનાવી છે અને અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.
શું હતી ઘટના
ઘટના 19 સપ્ટેમ્બરની સાંજે 7 વાગ્યાની છે. બે પીડિત બાળકો 10માં ધોરણમા ભણે છે. શનિવારે ટ્યુશન બાદ બંને જમુઈની મડવા પહાડી ફરવા ગયા હતા. પાછા ફરતી વખતે કેટલાક લોકોએ તેમને રોક્યા અને ત્યારબાદ આ ઘટના ઘટી. બિહારના જમુઈમાં વિદ્યાર્થીની સાથે રસ્તા વચ્ચે છેડતી અને અશ્લીલ હરકતો કરાઈ. તેના મિત્ર સાથે આરોપીઓએ ગાળાગાળી અને મારપીટ કરી. વિદ્યાર્થીની સાથે આપત્તિજનક હરકતનો વીડિયો બનાવ્યો ને તેને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો.
એક કલાક સુધી અભદ્રતા
સગીર અને સગીરા સાથે એક કલાક સુધી અભદ્રતા કરાઈ. બંનેએ ભાગવા માટે ખુબ સંઘર્ષ પણ કર્યો. આ દરમિયાન નંદન વિદ્યાર્થીનીનો પીછો કરતો અને પછી તેને પકડી લેતો. વીડિયોમાં તે વિદ્યાર્થીની સાથે જબરદસ્તી કરતો જોવા મળે છે.
