Site icon Time News

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી

સ્વચ્છતાના ક્ષેત્રે અમદાવાદે દેશભરમાં પ્રથમ સ્થાન મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2025-26નો એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સ્વચ્છ સર્વેક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શહેરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે આ સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ સ્થાને આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાને મળેલા આમંત્રણ બાદ મનપાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દિલ્હી પહોંચ્યા હતા.

કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા અને અમદાવાદના મેયર હિતેશ બારોટે એવોર્ડ સ્વીકાર્યો હતો. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા ખાતે એવોર્ડ સમારોહનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા સાથે જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદને મળેલી આ સિદ્ધિથી મનપામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદ મહાનગરપાલિકા ખાતે સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ સમારોહનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરને દેશભરમાં પ્રથમ સ્થાન મળતાં સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સફાઈ કર્મચારીઓથી લઈને અધિકારીઓ સુધીના સૌના યોગદાનને આ સિદ્ધિ સાથે જોડવામાં આવી રહ્યું છે.

Exit mobile version