
રાજ્યની કુલ 17 જિલ્લા પંચાયતો અને 97 તાલુકા પંચાયતો માટે બેઠક ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાથે સાથે નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓ (મનપા) માટે પણ બેઠક ફાળવણી જાહેર કરવામાં આવી છે. નક્કી કરાયેલ બેઠકોની ફાળવણી મુજબ હવે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી સંદર્ભે ઉમેદવારોની પસંદગી અને સંગઠનમંટી તૈયાર કરવા માટે પ્રવૃત્ત થઈ ગયા છે.
બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજન સંદર્ભે હજુ કાર્યવાહી અધૂરી છે. પંચાયત વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ અંગે નોટિફિકેશન બહાર પડ્યા પછી બેઠક ફાળવણી અને આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે નવા રજિસ્ટ્રેશન અનુસાર જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખોના રોટેશનમાં પણ ફેરફાર થવાનો છે. આમ અમુક વિસ્તારોમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ વધતી દેખાઈ રહી છે.
પંચાયત વિભાગ દ્વારા આ બેઠક ફાળવણીનો નોટિફિકેશન જાહેર કરાતા રાજકીય પક્ષો અને સ્થાનિક આગેવાનોમાં ચર્ચા ચાલી રહી છે. આગામી દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. અને તેના માટેની તૈયારી રાજકીય પક્ષો દ્વારા ઝડપી ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
