Site icon Time News

Ahmedabad: Fire officer caught taking bribe; પ્રહલાદનગર ડિવિઝનલ ફાયર ઓફિસર રૂ. 65,000ની લાંચ લેતા ઝડપાયો

Oplus_131072

અમદાવાદમાં ડિવિઝનલ ફાયર ઓફિસર લાંચના છટકામાં ઝડપાયો છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના ડિવિઝનલ ફાયર ઓફિસરની અટકાયત કરી છે. ફાયર ઓફિસર ઇનાયતહુસેન શેખ અને ડ્રાયવરની એસીબીએ અટકાયત કરી છે.

ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એન.ઓ.સી.ને લગતા કન્સલ્ટીંગનુ કામ કરે છે. ફરીયાદીએ એક બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવી આપવાનું કન્સલ્ટીંગનુ કામ રાખ્યું હોય જે બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી ફાયરની કચેરી ખાતે મોકલી આપ્યા હતા.

ફાયર એન.ઓ.સી. અંદાજીત ત્રણ મહીના સુધી ના મળતા આ કામના ફરીયાદીએ ડિવિઝનલ ફાયર ઓફિસરને રૂબરૂમાં મળતા તેણે રૂ. 80,000/- ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરીયાદીએ લાંચના નાણા આપ્યા નહતા. જે બાદ ફરીયાદીને ફાયર એનઓસી મળી ગઈ હતી.

ફાયર ઓફિસર ઇનાયતહુસેન શેખે ફરીયાદીને રૂબરૂમાં મળી ફરીયાદીને મળી ફાયર એન.ઓ.સી. ના વ્યવહારના રૂ. 80,000/- નહી આપે તો ભવિષ્યમાં ફરીયાદીની ફાયર એન.ઓ.સી.ને લગતી ફાઇલો એપ્રુવ થશે નહી તેવી ગર્ભિત ધમકી આપતા ફરીયાદી પાસેથી જે તે દિવસે રૂ. 15,000/- લઇ લીધેલ અને બાકીના રૂ. 65,000/- ની અવાર નવાર માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ કરી હતી.

ફરીયાદીની ફરીયાદ આધારે આજે લાંચના છટકામાં લાંચીયો ફાયર ઓફિસર ઇનાયતહુસેન શેખ ફરીયાદી સાથે લાંચની માંગણી કરતા પકડાઇ ગયો હતો. સમગ્ર મામલે એસીબીએ ફાયર ઓફિસર ઇનાયતહુસેન શેખની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો, Ahmedabad: હોટલના બેન્ક્વેટમાં સગાઈ દરમિયાન ચોરી, મહેમાનોના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ 4.89 લાખની ચોરી કરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version