Site icon Time News

Action against anti-national posts: રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી, 14 સામે નોંધી ફરિયાદ

રાજ્યમાં ઓપરેશન સિંદૂર વિશે રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર 14 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ઓપરેશન સિંદૂરને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. જે 14 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સૈન્યનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરાઇ હતી.

સોશિયલ મીડિયા પર દેશવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની ગૃહ વિભાગે સૂચના આપી હતી. ગુજરાત પોલીસની પણ આવી પ્રવૃતિઓ કરનાર સામે ખાસ નજર રાખી રહી હતી. આ દરમિયાન 14 લોકોએ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવતા તમામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરામાં 1-1 તત્વો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર દેશવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની ગૃહ વિભાગે સૂચના આપી હતી. ગુજરાત પોલીસની પણ આવી પ્રવૃતિઓ કરનાર સામે ખાસ નજર રાખી રહી હતી. આ દરમિયાન 14 લોકોએ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવતા તમામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરામાં 1-1 વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો, આ રાશિના જાતકો પર આજે થશે લક્ષ્મીજીની વિશેષ કૃપા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version